Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિયાળામાં ઠંડીથી કરો રક્ષણ અને લાગો હટકે અને કુલ,કઈ રીતે કરશો મફલરનો ઉપયોગ

હાલની જનરેશન એકની એક સ્ટાઈલ અને કપડાથી બોર થઈ જાય છે. છોકરો હોય કે છોકરી લોકોને હટકે દેખાવુ ગમે છે.ઈન ટ્રેન્ડ રહેવા માટે શિયાળા માં પણ લોકો વિવિધ સ્ટાઈલીશ ટ્રિક્સ અપનાવે છે..શિયાળામાં બોરીગ જેકેટ્સ કે આફ જેકેટ્સ, સ્વેટર્સ થી લોકો કંટાળી જાય છે.એકની એક સ્ટાઈલ વધુ લોકોને હવે એટ્રેક્ટ પણ કરતી નથી.એવામાં ઓલ્ડ એન્ડ ગોલ્ડ મફલરનો કઈ રીતે કરશો ડિફર્ન્ટ રીતે ઉપયોગ આવો જાઈએશિયાળામાં તમે પà
શિયાળામાં ઠંડીથી કરો રક્ષણ અને લાગો હટકે અને કુલ કઈ રીતે કરશો મફલરનો ઉપયોગ
હાલની જનરેશન એકની એક સ્ટાઈલ અને કપડાથી બોર થઈ જાય છે. છોકરો હોય કે છોકરી લોકોને હટકે દેખાવુ ગમે છે.ઈન ટ્રેન્ડ રહેવા માટે શિયાળા માં પણ લોકો વિવિધ સ્ટાઈલીશ ટ્રિક્સ અપનાવે છે..શિયાળામાં બોરીગ જેકેટ્સ કે આફ જેકેટ્સ, સ્વેટર્સ થી લોકો કંટાળી જાય છે.એકની એક સ્ટાઈલ વધુ લોકોને હવે એટ્રેક્ટ પણ કરતી નથી.એવામાં ઓલ્ડ એન્ડ ગોલ્ડ મફલરનો કઈ રીતે કરશો ડિફર્ન્ટ રીતે ઉપયોગ આવો જાઈએ
શિયાળામાં તમે પણ ઈઝી વે થી તમારા લૂક અને આઉટફીટ થી લોકોને પ્રભાવીત કરી શકો છો..આ ઈઝી વે ફક્ત છોકરીઓ માટે નહી પરંતુ છોકરાઓ માટે પણ ઈન ડિમાન્ડ છે..છોકરીઓ નાની વસ્તુઓ માં પણ પર્ફેક્ટ દેખાવવા માટે ધ્યાન રાખે છે.હાલમાં કડકડતી ઠંડી થી લોકો ઠુઠવાઈ રહ્યા છે..તેવામાં લોકો કુલ દેખાવા માટે મફલર સ્કાફ કે પછી હાફ સ્કાફનો ઉપયોગ કરી રહ્યા છે.સાથે જ છોકરાઓ પણ શિયાળામાં કુલ દેખાવવા માટે એસેસરીઝમાં મફલરનો ઉપયોગ કરે છે.આ સ્થિતિમાં દો કમે અન્ય છોકરાઓથી અલગ દેખાવા માંગતા હોવ તો મફલરનો યોગ્ય રીતે કેરી કરી શકો છો.
  • ડ્રેન્ડી દેખાવા ડિઝાઈન વાળા મફલરનો ઉપયોગ કરો 
  • એટ્રેક્ટીવ કલરથી દેખાશો અલગ અને સ્ટાઈલીશ
  • વિવિધ  ડિફરન્ટ સ્ટાઈલથી વેર કરો મફલર 
  • સ્ટાઈશ લુક માટે ગરમ મફલર નો એસેસરીઝ માટે કરો ઉપયોગ 


શિયાળામાં છોકરાઓ ઓફિસથી લઈને પાર્ટી સુધીના પ્રસંગો માં મફલર પહેરે છે
શિયાળામાં છોકરાઓ ઓફિસથી લઈને પાર્ટી સુધીના પ્રસંગો માં મફલર પહેરે છે.મફલર રાખવાની આ રીતે ખૂબ જ સ્ટાઈલીશ અને આરામદાયક છે..એમાં મફલરના બન્ને છેડા ગળામાં લપેટીને ખભાના એક ભાગે બહાર કાઢવામાં આવે છે..જેસ્ટાઈલ હાલમાં સુપર કુલ દેખાવવામાં તેમને કરશે મદદ.આ સ્ટાઈલથી જો મફલર પહેરશો તો તમારી હાઈટ પણ વધારે લાગશે અને જે તમને હટકે દેખાવવામાં પણ મદદ કરશે.
પાર્ટી  વેર શર્ટ પર પણ સીમ્પલ શોલ નાખીને તમે હોટ દેખાઈ શકો છો
જો ઈફ તમે શર્ટ વેર કર્યુ અથવા તો સ્વેટર કે થર્મલ વેર પર તમે કુલ દેખાવવા માગો છો તો તેની પર પણ તમે મફલર વેર કરી ને પણ તમે આવી ઠંડીમાં હોટ લૂક આપી શકો છો..સાથે જો તમે કોટ પણ વેર કરો છો તો તેની અંદર પણ તમે મફલરનો લૂક ક્રિએટ કરીને દમદાર દેખાઈ શકો છો.ઈફ તમે વધારે પાર્ટી લૂક જોઈ તો તમે બ્લેઝરની અંદર ટર્ટલ નેકની ટીશર્ટ પહેરી ટ્રેન્ડી દેખાઈ શકો છો.સાથે જ પાર્ટી  વેર શર્ટ પર પણ સીમ્પલ શોલ નાખીને તમે હોટ દેખાઈ શકો છો
ઠંડા પવનો વચ્ચે પણ તમને ગરમીનો અહેસાસ કરાવે છે.
ઠંડા પવનથી બચવા અને સ્ટાઈલીશ દેખાવવા માટે તમે મફલરને ગાંઠ બનાવીને કેરી કરી શકો છો.આ ટેક્નીક તમને માત્ર ફેશનેબલ લૂક જ નથી આપતી પરંતુ ઠંડા પવનો વચ્ચે પણ તમને ગરમીનો અહેસાસ કરાવે છે.મફલરને કેરી કરવાની વિવિધ સ્ટાઈલીશ સ્ટાઈલો છે.જેમાંથી સૌથી ઈઝી વે છે ગળાની બન્ને તરફ મફરલના છેડેથી વીંટી ને તમે કોઈ પણ સિમ્પલ લૂકને હટકે બનાવી શકો છો..અને ડિફરન્ટ અને સ્ટાઈલીશ દેખાઈ શકો છો.બોઈઝ પણ કુલ દેખાવવા માટે ઓફિસ વેર ઉપર સ્લીમ ફિટ સ્વેટર  વેર કરે છે.ઈફ તમે સ્ટાઈલીશ દેખાવવા માટે જો જેકેટ પણ વેર કરતા હોવ તો તેની પર પણ એકદમ ડાર્ક શેડનું મફલર વેર કરી શકો છો.
કલરના મફલર પણ ટ્રાય કરી શકો છો
ઈફ યુ થીંક કે તમે આ બધી સ્ટાઈલ થી બોર થઈ ગયા છો તો તમે હોટ એન્ડ ડાર્ક કલર્સના મફલર પહેરીને કોઈ પણ ડ્રેસને સ્ટાઈલીશ લૂક આપી શકો છો.યંલ્લો, ગ્રીન એન્ડ પીંન્ક કલર છોકરીઓની માટે બધી સિઝનમાં હોટ છે અને એટલે જ તમે આવા કલરના મફલર પણ ટ્રાય કરી શકો છો.ઈફ તમે ફૂલ ડ્રેડિશનલ વેર પહેરો છો કાંતો તમે કુર્તો અને પેન્ટ પહેરો છો તો તમે સ્ટોલને પણ મફલર તરીકે ઉપયોગ કરી શકો છો.સાથે જ જાડ઼ી શોલ પણ તમારા લૂકને ડિફર્ન્ટ દેખાડી શકે છે.સાથે જ તો ગરમ શોલ હોય તો એનો એક છેડો બીજા છેડાથી બાંધીને એક બાજુ લટકાવીને પણ તમે તમારા લુકને સ્ટાઈલીશ ટચ આપી ધમાકેદાર દેખાઈ શકો છો સિમ્પલી જો તમે ડાર્ક કપડા પહેર્યા છે તો લાઈટ શેડ ની એસેસેરીઝ હટકે લૂક આપશે અને જો તમે લાઈટ કપડા પહેર્યા હોય તો ડાર્ક શેડ ની એસેસેરીઝ તમને સ્ટાઈલીશ લૂક અપાવી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.